Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત (Surendranagar District, Gujarat)
સુરેન્દ્રનગર જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (7)
- કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, મોરબી
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓ (10)
- સુરેન્દ્રનગર (વઢવાણ), ચોટીલા, પાટડી-દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, ચૂડા, સાયલા, થાનગઢ
- ઝાલાવાડની ભૂમિ (ઝાલાવાડ નામ હરપાળ દેવજીના વંશજો પરથી પડેલું) [ગોહિલવાડ (ભાવનગર) નામ સેજક્કી ગોહિલના નામ પરથી પડેલું]
- રંગપુર (ગુજરાતમાં સૌપ્રથમ અહીંથી સિંધુ સંસ્કૃતિના અવશેષો મળેલા)
- ઝાલાવાડી બોલી બોલાય
- દૂધરેજનો પ્રખ્યાત લોકમેળો
- ઝીંઝુવાડા (સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો)
- મુનિબાવા મંદિર (અષ્ટકોણીય મંડપ)
- શિયાણી (સાધુજીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ)
- ગુજરાતમાં સૌથી વધારે પાતાળ કૂવા
- તરણેતરનો મેળો (ગુજરાતમાં સૌથી વધુ ભાતિગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ)
- તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર (સોલંકી યુગ સાથે જોડાયેલ) (ગુર્જર પ્રતિહાર શૈલીને દર્શાવતું તે સમયનું અલંકૃત અને વિકસિત મંદિર) (ત્રણ કુંડથી ઘેરાયેલું – બ્રહ્મ કુંડ, વિષ્ણુ કુંડ, શિવ કુંડ) (મંદિરની સુંદરતામાં ફેરફાર વિના રાજા કરણસિંહજીએ પુનઃ નિર્માણ કરાવ્યું)
- ખારાઘોડા (સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના આધારીત સૌથી વધુ ઔદ્યોગિક એકમો)
- કપાસની ખેતી વિશેષ પ્રમાણમાં
- લખતર (વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન)
- વઢવાણ (કવિ દલપતરામનું જન્મસ્થળ) (જૂનાગઢના રાજા રા’ખેંગાર ની રાણી રાણકદેવી સતિ થઈ ગઈ)
- સાયલા (ભગતનું ગામ)
- ચોટીલા (ભક્તિ વન) (કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનો જન્મ) (માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચુ શિખર) (ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર)
Free Talati Test Series