Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-15) સરકાર

  • સરકાર 3 સ્તરે કામ કરે છે
  • આપણા દેશની સરકાર મતદાન દ્ધારા ચૂંટવામાં આવે છે
  • ચૂંટાયેલી સરકારની મુદત – 5 વર્ષ
  • સરકારનું કાર્ય – કાયદો ઘડવો, કાયદામાં સુધારો લાવવો, કાયદાનો અમલ કરાવવો
  • સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી દૈનિક પત્ર, મેગેઝિન, ટીવી માંથી મેળવી શકાય
  • રાજાશાહી વ્યવસ્થા (શાસકની સુખાકારી, સુવિધા, વ્યવસ્થાને મહત્વ આપવામાં આવે છે) (વ્યક્તિકેન્દ્રી શાસન) (કોઈ એક વ્યક્તિ દ્ધારા લેવાતા નિર્ણયો આખરી માનવામાં આવે)
  • સામ્યવાદી વ્યવસ્થા (સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન) (ડાબેરી વિચારધારા તરીકે ઓળખાય) (બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ)
  • લોકશાહી શાસન વ્યવસ્થા (લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા) (લોકોના જીવનધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે કાર્ય કરે) (લોકો મતદાન દ્ધારા પ્રતિનિધિ ચુંટે) (લોકો જ સરકાર હોય) (સરકાર પણ લોકો માટે કાર્ય કરે) (સરકારનું સંચાલન આડકતરી રીતે લોકો દ્ધારા થાય) (ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્ધારા સરકારનું નિર્માણ થાય) (ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા)
  • અદાલત (જ્યારે લોકોને લાગે કે તેમના હિતોનું યોગ્ય હિત થયું નથી અથવા તેમને અન્યાય થયો છે ત્યારે અદાલતનો આશરો લઈ શકે) (સરકારને વિવિધ મુદાઓ માટે સૂચન કે આદેશ કરી શકે)
  • રાષ્ટ્રીય સરકાર (સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે)
  • રાજ્ય સરકાર (સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે)
  • સ્થાનિક સરકાર (ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે)
  • બંધારણ (તેને આધારે મૂલ્યોનું જતન)
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments