Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-16) સ્થાનિક સરકાર

  • આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલ છે
  • UPSC (Union Public Service Commission)
  • કેન્દ્ર સરકાર (દેશનો વહીવટ સંભાળે)
  • રાજ્ય સરકાર (રાજ્યનો વહીવટ સંભાળે)
  • સ્થાનિક સ્વરાજ્ય (સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્ધારા વહીવટ થાય છે)
  • સ્થાનિક સરકાર (તેના 2 પ્રકાર – ગ્રામીણ પ્રશાસન, શહેરી પ્રશાસન)
  • ગ્રામીણ પ્રશાસન (3 સ્તરનો સમાવેશ) (તેમા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત નો સમાવેશ)
  • શહેરી પ્રશાસન (2 સ્તરનો સમાવેશ) (તેમાં નગરપાલિકા, મહાનગરપાલિકાનો સમાવેશ)
  • જીલ્લા વહીવટી અધિકારીઓ (તેમની નિમણૂંક રાજ્ય સરકાર કરે)
  • સામાજિક ન્યાય સમિતિ (સમાજના નબળા વર્ગોને સામાજિ-આર્થિક સગવડ મળી રહે તેવી યોજના ઘડવી અને તેનો અમલ કરવો) (આ સમિતિ 3 સ્તરોએ બનાવી ફરજિયાત) (5 સભ્યોની બનેલી હોય) (નબળા વર્ગને ન્યાય આપવાનું કાર્ય)
  • કલેકટર (જીલ્લાનો વહીવટી વડો) (સમગ્ર જિલ્લાનો વડો) (તેની નિમણૂંક રાજ્ય સરકાર કરે) (તેની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્ધારા થાય) (જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કામગીરી કરે)
  • કલેકટરના કાર્યો (ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરવી) (ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરવી) (જિલ્લા સ્તરે તમામ વિભાગોનું સંકલન અને સંચાલન કરવું)
  • મામલતદાર (સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તાલુકા કક્ષાએ મતદાર યાદી તૈયાર કરાવે) (50 ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસુલી વડા) (તાલુકા કક્ષાના વહીવટી અધિકારી) (મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ)
  • ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ (1963)
  • ભારતમાં પંચાયતી રાજની સ્થાપના (1959)
  • ભારતમાં પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ – રાજસ્થાનમાં


ગ્રામ પંચાયત

  • 500 થી 25000 વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના
  • પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ
  • ગ્રામ કક્ષાએ પંચાયતી રાજનું સ્તર
  • તેના પાયા પર બધી સરકારો ટકેલી છે
  • તેનો વડો – સરપંચ (તેને ગામના મતદારો ચૂંટે)
  • તેનું કાર્યાલય – ગ્રામ સચિવાલય
  • તેની ચુંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્ધારા કે રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી
  • આવકના સાધનો – પાણી વેરો, દુકાન વેરો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું દાન
  • તેમાં ઓછામાં ઓછા 8 સભ્યો
  • તેમાં વધુમાં વધુ 16 સભ્યો ચુંટાયેલા
  • વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત (ગ્રામસભા – ગામની ધારાસભા)
  • ગ્રામસભાના અધ્યક્ષ – સરપંચ
  • દર 5 વર્ષે સભ્યો અને સરપંચની ચુંટણી થાય
  • મહિલાઓ માટે 50% અનામત બેઠકો
  • તલાટી (ગામમાંથી કરવેરાની વસૂલાત કરે) (ગ્રામ પંચાયતનું વહીવટી કાર્ય કરે) (તલાટીના કાર્યો – ગ્રામ પંચાયતના અહેવાલ તૈયાર કરવા, ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવું, ગ્રામ પંચાયતના હિસાબો રાખવા) (તેની નિમણૂંક સરકાર કરે)

ગ્રામ પંચાયતના કાર્યો

  • ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા
  • ગામના રોડ-રસ્તા બનાવવા
  • ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ
  • જાહેર મિલકતની જાળવણી
  • ગામમાં આરોગ્ય વિષયક જાળવણી
  • ઘર નંબર આપવા
  • ગામમાં દીવાબતી વ્યવસ્થા
  • ગામમાં પ્રાથમિક શિક્ષણનો ફેલાવો કરવો
  • ગ્રામ વિકાસનું આયોજન
  • ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી
  • જમીન દફતરની જાળવણી
  • જન્મ-મરણનું રજીસ્ટર નિભાવવું

જીલ્લા પંચાયત

  • 5 વર્ષની મુદત
  • જિલ્લા કક્ષાએ પંચાયતી રાજનું સ્તર
  • ત્રિસ્તરીય પંચાયતી રાજ માં સૌથી ઉપરનું સ્તર
  • વહીવટી વડો – જિલ્લા વિકાસ અધિકારી (DDO – District Development Officer)
  • મહિલાઓ માટે 50% અનામત બેઠકો
  • ઓછામાં ઓછી સભ્ય સંખ્યા – 32
  • વધુમાં વધુ સભ્ય સંખ્યા – 52
  • રાજ્ય સરકારની યોજનાઓનો સંકલન અને અમલ કરે
  • તેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિની રચના
જીલ્લા પંચાયતનાં કાર્યો
  • ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું
  • રાજ્ય સરકારની મહેસૂલ પ્રવૃતિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન કરવું
  • રાજ્ય સરકારની યોજનાઓનું નિયંત્રણ કરવું
નગરપાલિકા
  • 1 લાખની વસ્તી ધરાવતા શહેરમાં નગરપાલિકાની રચના
  • તેનો વહીવટી વડો – ચીફ ઓફિસર (તેની નિમણૂંક રાજ્ય સરકાર કરે)
  • તેના પ્રમુખનો કાર્યકાળ – 2.5 વર્ષ
  • તેના અધ્યક્ષ – નગરપાલિકાના પ્રમુખ
  • 5 વર્ષે ચૂંટણી
  • દરેક વોર્ડમાં મહીલાઓ માટે 50% અનામત
  • ઓછામાં ઓછી સભ્ય સંખ્યા – 28

નગરપાલિકાના કાર્ય

  • અખાદ્ય પદાર્થના વેચાણ સામે કાર્યવાહી
  • સાંસ્કૃતિક ભવન કે સભા ગૃહનું નિર્માણ
  • નગર નિયોજન અને શિક્ષણ વ્યવસ્થા
  • પાણી પુરવઠાની વ્યવસ્થા
  • જન્મ-મરણ અને લગ્નની નોંધણીની કામગીરી
  • બગીચા, પુસ્તકાલયની સુવિધા પુરી પાડવી
તાલુકા પંચાયત
  • તાલુકા કક્ષાએ પંચાયતી રાજનું સ્તર
  • સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર
  • તેમા ઓછામાં ઓછા 16 સભ્યો ચુંટાયેલા
  • વહીવટી વડો – તાલુકા વિકાસ અધિકારી (તેની નિમણૂંક રાજ્ય સરકાર કરે) (તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે) (TDO – Taluka Development Officer)
  • તેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ની રચના
  • તેમાં વધુમાં વધુ 32 સભ્યો ચુંટાયેલા હોય
તાલુકા પંચાયતના કાર્યો
  • પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું
  • તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું
  • સ્ત્રી કલ્યાણની પ્રવૃત્તિઓ કરવી
  • તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી
  • રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી
  • ગ્રામ્ય માર્ગો બનાવવા અને જાળવણી કરવી
મહાનગરપાલિકા
  • 5 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો
  • 5 વર્ષે ચૂંટણી
  • તેના સભ્ય – કોર્પોરેટર
  • મહિલાઓ માટે 50% અનામત બેઠકો
  • વહીવટી વડા – મ્યુનિસિપલ કમિશનર/મેયર (તેની નિમણૂંક રાજ્ય સરકાર કરે) (તેના હોદા પર 5 વર્ષ રહે)
  • તેમાં સૌથી વધારે મહત્વની સમિતિ – કારોબારી સમિતિ
  • ગુજરાતમાં 8 મહાનગરપાલિકા
  • 75000 ની વસ્તીએ એક વોર્ડ (એક વોર્ડમાં 4 સભ્યો)
  • તેમાં એક વર્ષમાં 4 સભ્યો
મહાનગરપાલિકાના કાર્યો
  • સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી
  • પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા
  • રસ્તા પર લાઈટની વ્યવસ્થા

Free Talati Test Series

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments