સૌરમંડળ (સૌર પરિવાર)
- ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુનો સમાવેશ
- ધ્રુવ તારો (સપ્તર્ષિ તારાજૂથ થી શોધી શકાય) (દરિયાઈ સફર કરનાર કે રણમાં મુસાફરી કરનાર લોકો આ તારાની મદદથી દિશા શોધે) (ઉતર દિશામાં દેખાય)
- ગ્રહો (સૂર્યમાંથી પ્રકાશ મેળવે) (કુલ 8 ગ્રહો) (તારાની ફરતે ફરતા નાના મોટા ગોળા) (ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની આસપાસ વર્તુળાકાર ફરે)
- 4 આંતરિક ગ્રહો (બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ)
- 4 બાહ્ય ગ્રહો (ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન)
- ઉલ્કા (અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગ)
- કોયના સરોવર (મહારાષ્ટ્ર) (ઉલ્કા પડવાથી બનેલું)
- સૌરાષ્ટ્રના ધજાળામાં 40 KG ની ઉલ્કા પડેલી
- નક્ષત્ર (તારાઓનો સમૂહ) (પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરાય) (27 નક્ષત્રો)
સુર્ય
- સ્વયં પ્રકાશિત તારો
- સજીવોનો પાલક
- મુખ્ય આવરણ હાયડ્રોજનનું બનેલું
- પૃથ્વી કરતાં 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ (પૃથ્વી પર 1 Kg ની વસ્તુ સૂર્ય પર 28 Kg થાય)
- પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો
- હાયડ્રોજન અને હિલીયમ વાયુની પ્રક્રિયાથી સૂર્યમાં ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય
- સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા સવા 8 મિનિટ લાગે
બુધ ગ્રહ
- વાતાવરણ અને ઉપગ્રહ નથી
- સૂર્યની સૌથી નજીકનો ગ્રહ
- પૃથ્વી પરથી સુર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં જોઈ શકાય
શુક્ર ગ્રહ
- સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ
- નરી આંખે જોઇ શકાય
- તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટૃ આવરણ
- પૃથ્વીનો જોડિયો ભાઈ
પૃથ્વી ગ્રહ
- નારંગી જેવો આકાર
- સૂર્યથી 15 કરોડ Km દૂર
- 2 પ્રકારની ગતિ
- પરિભ્રમણ (અવધિ – 24 કલાક) (પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો) (ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ફરે)
- સૂર્યની આસપાસ (પરિક્રમા) 365 દિવસમાં 1 આંટો પૂરો કરે
- કક્ષા (પૃથ્વીનો સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો કાલ્પનિક માર્ગ) (પૃથ્વી પોતાની ધરી પર લંબગોળાકાર કક્ષામાં ફરે)
- 3 કટિબંધો (ઉષ્ણ કટિબંધ, સમશિતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ)
- અક્ષાંશ (પૃથ્વી પરની આડી કાલ્પનિક રેખાઓ) (2 અક્ષાંશવૃત વચ્ચે 111 Km નું અંતર) (સંખ્યા – 181)
- રેખાંશ (સંખ્યા – 360) (પૃથ્વી પરની ઉભી કાલ્પનિક રેખાઓ)
- આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા (180 રેખાંશવૃત છ) (પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય)
- ગ્રીનીચ રેખા (0 રેખાંશવૃત) (ઈંગ્લેન્ડના ગ્રીનીચ શહેરમાંથી પસાર થાય)
- વિષુવવૃત્ત (તેના પર પૃથ્વી 1670 Kmph ની ઝડપે ચક્ર પૂર્ણ કરે) (0 અક્ષાંશ વૃત) (પૃથ્વીના 2 ભાગ પાડે) (પૃથ્વીની મધ્યમાં દોરેલી આડી રેખા)
- કર્કવૃત્ત (વિષુવવૃત્તથી ઉતરે 23.5)
- મકરવૃત (વિષુવવૃત્તથી દક્ષિણે 23.5)
- ઉતર ધ્રુવવૃત (વિષુવવૃત્તથી ઉતરે 66.5)
- દક્ષિણ ધ્રુવવૃત (વિષુવવૃત્તથી દક્ષિણે 66.5)
- 66.5 અંશના ખૂણે નમેલી
- પોતાની ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવે
- પોતાની ધરી પર કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવે
- 21 June (કકૅવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે) (વર્ષનો લાંબામાં લાંબો દિવસ) (સૂર્યના સીધા કીરણો કકૅવૃતથી દક્ષિણ તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય)
- 22 December – મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે (ઉતરાયણ) (સૂર્યના સીધા કીરણો ઉતર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય)
- 21 March અને 23 September (રાત અને દિવસ સરખા)
- 14 January (મકરસંક્રાંતિ) (સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે)
- 1 વર્ષ (365 દિવસ)
- લિપવર્ષ (366 દિવસો) (ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો) (દર 4 વર્ષે આવે)
ચંદ્ર (પૃથ્વીનો ઉપગ્રહ)
- તેના પરથી પૃથ્વી મોટા ગોળા જેવી દેખાય
- તેને પ્રકાશ સૂર્ય આપે
- પૃથ્વી ફરતે એક આંટો ફરતા 29.5 દિવસ લાગે
- ચંદ્રગ્રહણ (પૂનમનાં દિવસે) (ચંદ્ર પર પૃથ્વી સૂર્યનો પ્રકાશ આવવા દેતી નથી)
- સૂર્યગ્રહણ (અમાસના દિવસે) (ચંદ્રના પડછાયાથી પૃથ્વી પર જોવા મળે)
મંગળ ગ્રહ
- 2 ઉપગ્રહો (ફોબોસ અને ડિમોસ)
- લાલ રંગનો ગ્રહ
ગુરુ ગ્રહ
- સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ
- 79 ઉપગ્રહો
શનિ ગ્રહ
- પાઘડીયો ગ્રહ
- 62 ઉપગ્રહ
- ગુરુ પછીનો મોટો ગ્રહ
- તેની ફરતે નીલા રંગના તેજસ્વી વલયો
યુરેનસ ગ્રહ
- 1781 મા શોધ (વિલિયમ હર્ષલ દ્ધારા)
નેપ્ચ્યુન ગ્રહ
- લીલા રંગનો
- તેના પર ઝેરી વાયુ મિથેન
- પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન
Free Talati Test Series