Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
અમદાવાદ જિલ્લો, ગુજરાત (Ahmedabad District, Gujarat)
~ અમદાવાદ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (7)
~ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા
~ અમદાવાદ જિલ્લાના તાલુકાઓ (10)
~ અમદાવાદ શહેર, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ધોલેરા
~ 1411 મા સ્થાપના (સુલતાન અહમદશાહ)
~ અમદાવાદનો પાયો નાંખનાર 4 અહમદ (સુલતાન અહમદશાહ પહેલો, શેખ અહમદ ખટૃ ગંજ બક્ષ, મલિક અહમદ, કાઝી અહમદ) (સૌપ્રથમ ભદ્રનો કિલ્લો બનાવ્યો) (માણેક બુર્જ/માણેકનાથ ચોક માં પાયો નંખાયો)
~ વલ્ડૅ હેરીટેજ સિટી (જુલાઈ 2017 થી)
~ ધરતીકંપ પરીક્ષેત્ર (Earthquake Zone) – 3
~ અમદાવાદ ફરતે 12 દરવાજા
~ સવિનય અવજ્ઞા આંદોલન અમદાવાદથી શરૂ થયેલું
~ ભારતનું માંચેસ્ટર (પૂર્વનું માન્ચેસ્ટર) (ટેક્ષટાઇલ ઉધોગ માટે જાણીતું હતું તેથી)
~ મૂળ નામ અહમદાબાદ
~ ભારતનું બોસ્ટન
~ દુનિયાનું બજાર (અબુલ ફઝલે કીધેલું)
~ ગર્દાબાદ – ધૂળીયું શહેર (જહાંગીરે કીધેલું)
~ ખાંટ રાજા આશાભીલના નામ પરથી આશાવલ/આશાવલી તરીકે ઓળખાતું
~ સોલંકી વંશના રાજા કણૅદેવ સોલંકીએ આશાભીલને હરાવી સાબરમતી નદી કિનારે કર્ણાવતી શહેર સ્થાપ્યું અને કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું
~ બ્રિટિશ સમયમાં મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક
~ બ્રિટિશ સરકારે રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા ને મ્યુનિસિપાલિટી ના પ્રથમ પ્રમુખ બનાવ્યા (પ્રથમ ચુંટાયેલા પ્રમુખ રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ હતા)
~ છેલ્લા પ્રમુખ અને પ્રથમ મેયર – ચીનુભાઈ શેઠ (રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાના પૌત્ર)
~ INC ના 2 અધિવેશન અમદાવાદમાં [ 1902 (18 મું અધિવેશન) (અધ્યક્ષ – સુરેન્દ્રનાથ બેનરજી) ] [ 1921 (37 મું અધિવેશન) (અધ્યક્ષ – હકિમ અજમલ ખાન) ]
~ 1 મે, 1960 (રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું ઉદ્દધાટન) (સાબરમતી આશ્રમ ખાતે)
~ સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મ સ્થળ
~ સાયન્સ સિટી (ભારતનું બીજા નંબરનું સૌથી મોટું)
~ મોતીશાહી મહેલ (સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત) (શાહજહાંએ બંધાવેલ)
~ કાંકરિયા તળાવ (સુલતાન કુતુબુદ્દીન મોહમ્મદ શાહે બંધાવેલું) (હોજે કુતુબ તરીકે પ્રખ્યાત)
~ ગોમતીપુર/વેગણપુર (કવિ શામળનું જન્મ સ્થળ)
~ ગુજરાતમાં ઘઉંનું સૌથી વધારે વાવેતર
~ પતંગ મ્યુઝિયમ (સંસ્કાર કેન્દ્ર, પાલડી)
~ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર
~ સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
~ દાદા હરીની વાવ
~ ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન
~ ઓટો વલ્ડૅ વિન્ટેજ કાર સંગ્રહાલય
~ A. D. શોધન IAS Training Centre
~ રાણીનો હજીરો (એક મકબરો)
~ રાજાનો હજીરો
~ જામા મસ્જિદ (ઈસ્લામ સ્થાપત્યનું ઉચ્ચ આગવું ચિહ્ન) (અહેમદશાહના સમયમાં બંધાયેલ)
~ રૂપમંજરીની મસ્જિદ (મહમદ બેગડાએ બંધાવેલ)
~ રાણી સિપ્રીની મસ્જિદ (અમદાવાદનુ રત્ન)
~ રાણી રુપમતીની મસ્જિદ
~ ઝકરિયા મસ્જિદ
~ સરખેજનો રોજો (શેખ અહમદ ખટૃગંજ બક્ષીની દરગાહ)
~ સરખેજ (સુલતાન મહમ્મદ બેગડાની કબર)
~ ઝુલતા મિનારા (સીદી બશીરની મસ્જિદમાં)
~ ભાલ પ્રદેશ (અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્વિમ ભાગ)
~ માંડલ (ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક)
~ ભોયણી (ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ)
~ જગન્નાથજીની રથયાત્રા (અષાઢ સુદ બીજ)
~ વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1848 મા ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં કન્યા શાળા શરૂ થઈ (કન્યા શાળા માટે દાન હરકોર શેઠાણીએ આપેલું)
~ હરકોર શેઠાણીની હવેલી (કાષ્ઠકલા માટે પ્રખ્યાત)
~ નળ સરોવર
~ વસ્ત્રાલ
~ ધંધુકા (કલિકાલસવૅજ્ઞ જ્યોતિધૅર જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ)
~ સોલંકી સમયનું કણૅમુક્તેશ્વર મંદિર
~ કેલિકો મ્યુઝિયમ (કાપડ માટે પ્રખ્યાત)
~ શ્રેયસનું લોકકલા મ્યુઝિયમ (સમગ્ર ભારતમાં લોકકલા દશાૅવતુ સૌપ્રથમ મ્યુઝિયમ)
~ વિશ્વપ્રસિદ્ધ વેદ મંદિર (સ્થાપક – સ્વામી શ્રી ગંગેશ્વર નંદજી મહારાજ)
~ સ્પેસ એપ્લિકેશન સેન્ટર
~ ગુજરાત વિધાપીઠ (સ્થાપના-ગાંધીજી)
~ સાબરમતી આશ્રમ (ગાંધીજીનું નિવાસસ્થાન – હૃદયકુંજ)
~ ગુજરાતનું સૌપ્રથમ પાટનગર (1960 થી 1970 સુધી)
~ ગુજરાતની પ્રથમ કોલેજ
~ હઠીસિંહ જૈન દેરાસર (ધર્મનાથ તીર્થંકરને સમર્પિત)
~ ગુજરાતી સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ અમદાવાદમાં પુરા કરેલા પ્રોજેક્ટ – Institute For Indology, Gandhi Labour Institute, School Of Architect – Cept University
~ ATIRA ટેક્ષટાઇલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (કાપડ વણાંટ સંશોધન)
~ વૌઠાનો મેળો (સૌથી વધારે ગધેડાંની લે-વેચ) (ઊંટની પણ લે-વેચ)
~ સાણંદ (ઓટો હબ તરીકે વિકાસ)
~ સિનેગોગ (યહૂદી ધર્મના શ્રધ્ધાળુઓનું ધર્મ સ્થાન)
~ પિરાણા (હિન્દુ – મુસ્લિમ એકતાનું પ્રતિક)
~ આઈ-ક્રિએટ સંસ્થા – બાવળા (નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને અર્પણ)
ધોળકા
~ વાઘેલા વંશની રાજધાની
~ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડીયાનું જન્મ સ્થળ
~ લેખક અને પત્રકાર કિશોર મકવાણા નું જન્મ સ્થળ
~ વૌઠાનો મેળો-ધોળકા (7 નદીઓના સંગમ સ્થાને) (હા સામે માવા ખાશે) (હાથમતી, સાબરમતી, મેશ્વો, માઝમ, વાત્રક, ખારી, શેઢી)
~ મલાવ તળાવ-ધોળકા (ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ)
~ પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો જેથી જુદા જુદા અવાજ કાઢે
~ બારેજડી (જંગલના વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉધોગ)
~ કોચરબ આશ્રમ (1915 મા ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને અમદાવાદમાં સ્થાપના કરી)
~ લોથલ (હડપ્પા સંસ્કૃતિના અવશેષો) (ભોગાવો અને સાબરમતી વચ્ચે)
~ ભાલ (ચાસિયા ઘઉં માટે જાણીતું)
Previous Talati Test Series