Join my Telegram Channel For Daily Update
https://t.me/visvesvarayalearningcenter
Also Join My Instagram Page
https://instagram.com/visvesvaraya_learning_center
પાટણ જિલ્લો, ગુજરાત (Patan District, Gujarat)
પાટણ જિલ્લાની હદને સ્પર્શતા જીલ્લા (4)
- કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર
પાટણ જિલ્લાના તાલુકાઓ (9)
- પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, સમી, રાધનપુર, સાંતલપુર
- ગુજરાતની સૌપ્રથમ ઐતિહાસિક રાજધાની
- વનરાજ ચાવડા દ્ધારા 8 મી સદીમાં સ્થાપના
- મુળરાજ સોલંકી દ્વારા સોલંકી વંશની સ્થાપના
- અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યુ ત્યારે ગુજરાતની રાજધાની
- સનેડાનું ઉદભવ સ્થાન
- અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી
- એશિયાનો સૌથી મોટો સોલાર/પાવર પ્લાન્ટ (345 મેગા વોટ)(ચારણકા)
- ગુજરાતની સૌપ્રથમ આયુર્વેદ કોલેજ
- ઘેટાં સંવૅધન કેન્દ્ર
- કવિ ભાલણની સમાધિ
- અણહિલપુર પાટણ (મૂળરાજ સોલંકીએ રાજધાની સ્થાપિત કરી) (ખાન સરોવર – ખાન અઝીઝ કોકાએ બંધાવેલ)
- હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીનું વડુમથક
- વરાણાનો મેળો (વઢિયાર પંથકમાં) (ખોડીયાર માતાનાં સંદભૅમાં)
- રાણીસતીની વાવ
- સતી પ્રાણકુંવરબાઈની સમાધિ (બેરોનટ કુટુંબની પૂર્વજ) (ઈ.સ. 1855)
- સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ (સોલંકી વંશની ઓળખ)
- હસનપીરની દરગાહ (દેલમાલ) (મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર)
- સિલ્કના પટોળા સાડીના વણાંટનો ઉદભવ સોલંકી વંશમા થયેલ
પાટણના પટોળા
- સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામેલા – કારીગરો આવીને વસેલાં
- છેલા જી રે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો
- 850 વર્ષોથી પણ પ્રાચીન કલા
- બંને બાજુ એક જ આકાર હોવાથી બંને બાજુ પહેરી શકાય
રાણકી વાવ
- પાટણ
- ઉદયમતી એ બંધાવેલ – તેના પતિ ભીમદેવ પહેલાંની યાદમાં
- ચાલુક્ય/સોલંકી વંશ દરમ્યાન બાંધકામ
- જયા પ્રકારના પગથિયાં વાળી વાવ
- 2014 માં વિશ્વ વિરાસત સ્થળોમાં સમાવેશ
સિદ્ધપુર
- સરસ્વતી નદી કિનારે – સિદ્ધપુર (કપિલ ઋષિનો આશ્રમ)
- માતૃગયા તરીકે ઓળખાતું
- એશિયાનો સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ (મેથાણ)
- રુદ્રમહાલયન (અલાઉદ્દીન ખીલજીએ સૌપ્રથમ નાશ કરેલ)
- લોકનાટક ભવાઈનું મૂળ
- બિંદુ સરોવર (ભગવાન પરશુરામે સ્નાન કરી માતાનું શ્રાધ કર્યું)
- વોરા હવેલીઓ
Free Talati Test Series