Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-1) ચાલો, ઈતિહાસ જાણીએ

~ સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભુગોળ, અર્થશાસ્ત્ર) (મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરતો વિષય)

~ ઈતિહાસ (માનવ સમાજના ભુતકાળની માહીતી આપતો વિષય)

~ પુરાતત્વશાસ્ત્રીઓ(Archaeologist) અને ઈતિહાસકારો (ઈતિહાસ વિશેનું સંશોધન કરે) (પ્રાચીન સ્થળોએ જઈ ખોદકામ કરીને મકાનો, ખોરાકની શોધ કરીને તેનો અભ્યાસ કરીને પ્રાચીન સંસ્કૃતિથી આપણને અવગત કરાવે)

~ ભારત દેશ 2 નામોથી ઓળખાય (ઈન્ડિયા અને ભારત)

~ ભરત નામનો માનવ સમુહ ઉતર-પશ્વિમ દિશામાં વસેલા

~ સિંધુ નદીનો પુર્વ કિનારો ઈન્ડિયા તરીકે ઓળખાતો (ઈન્ડિયા શબ્દ Indus પરથી ઉતરી આવ્યો છે)

~ ભારત નામનો સૌપ્રથમ ઉલ્લેખ ઋગવેદમા

~ પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો 2500 વર્ષ પહેલાં સિંધુ પ્રદેશના સંપર્કમા આવેલા અને સિંધુ નદીથી પરીચીત થયા

~ ગ્રીસના લોકો સિંધુ નદીને ઈન્ડસ (સંસ્કૃત અર્થ સિંધુ) કહેતા

~ હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી (પાટણ)

~ એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી (અમદાવાદ)

~ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (ગાંધીનગર)

~ સમયની ગોઠવણી ઇસુ ખ્રિસ્તના જન્મ સાથે

~ ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી

~ ઈસવીસન પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા

~ A. D. (Anno Domini)

~ C. E. (Common Era)

~ પ્રાચીન ઈતિહાસ જાણવા (તાડપત્ર, ભોજપત્ર, તામ્રપત્ર, અભિલેખ)

~ હસ્તપ્રતો (તાડપત્ર અને ભોજપત્ર) (પ્રાચીન માનવીની માહિતી) (સંસ્કૃત, પ્રાકૃત, તમિલ ભાષામાં લખાણ) (પ્રાચીન સમયમાં માનવી લખવા માટે ઉપયોગ કરતો) (ભાષા, જીવન જીવવાની પદ્ધતિ, રહેણીકરણી, કવિતા, નાટક, વાર્તાઓ, મહાકાવ્ય, સામાજિક માન્યતાઓ, વિજ્ઞાન, દવાઓ, પ્રાણીઓની માહિતી) (મંદિરો અને મઠોમાં સચવાયેલા છે)

~ તાડપત્ર (તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણ)

~ ભોજપત્ર (હીમાલયના ભુર્જ વૃક્ષની પાતળી છાલ પર લખાતું લખાણ)

~ તામ્રપત્ર (તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ) (રાજાના વહીવટી તંત્ર, રાજાએ કરેલા દાનની માહિતી)

~ અભિલેખ (શિલાઓ કે પથ્થર પર કોતરાવેલા કે લખેલા લેખ) (લખાણ લાંબા સમય સુધી ટકી રહે) (રાજા પોતાના આદેશો કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા)

~ અશોક નો શિલાલેખ (જુનાગઢ)

~ સિક્કા (રાજાનુ નામ, ધર્મ, સંસ્કૃતિની માહિતી)

~ ગ્રીક, મૌર્ય અને ગોપી યુગના રાજાઓના સિક્કા પ્રખ્યાત હતા

~ પંચમાકૅ સિક્કા (ઇસવિસન પૂર્વ પાંચમી સદીના) (ધાતુઓના ટુકડાને છાપ ઉપસાવવા બીબામાં મુકી દબાણ આપી બનાવાય) (ભારતના સૌથી જુના સિક્કા)

~ ગંગા નદી આસપાસ 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ

~ ગુજરાતના કચ્છમાંથી 4000 વર્ષ જુનું શહેર મળી આવેલું

Previous Talati Test Series
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments