- ભૂમિસ્વરૂપ (પૃથ્વીની સપાટીનો અમૂક ભાગ ચોક્કસ ઉંચાઇ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે તે)
- પૃથ્વીના પોપડાની અંદર હલનચલન ને લીધે જમીનના સ્વરૂપો રચાય છે અને બદલાઈ છે
- પૃથ્વીના પોપડાની અંદર થતા હલનચલનનો અનુભવ આપણને ભૂકંપ, જ્વાળામુખી, સુનામી દ્ધારા અનુભવાય છે
- પર્વત, ઉચ્ચપ્રદેશ, ફાટખીણ (પૃથ્વીના પોપડાની અંદર હલનચલન ને લીધે બને)
- પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગો પર્વત, મેદાન, ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે
- ઉપસાગર (મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ)
- મેદાન (તેમા વેપાર વાણીજ્યના સ્થાનો સ્થપાય) (પૃથ્વીની સપાટીના 55% ભાગ પર) (દુનિયાના મોટા ભાગના મેદાનોનુ નિર્માણ નદીઓથી થાય) (સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલ સમતલ કે સપાટ ભૂમિ ભાગ)
- પર્વત (મોટે ભાગે નદીઓનું ઉદગમસ્થાન) (દેશ કે પ્રદેશની સીમા, સરહદ કે કુદરતી દિવાલ સમાન) (વિશ્વની કુલ વસ્તીના 10% વસ્તી માટે રહેઠાણનું સ્થાન) (સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ તેમજ ઓછા કે તિવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતો વિસ્તાર) (પૃથ્વીની સપાટીના 26% ભાગ પર) (પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ, પર્વતારોહક માટે આશીર્વાદ રુપ) (ઠંડા પવનથી રક્ષણ આપે છે અને ભેજવાળા પવન રોકીને વરસાદ આપે છે)
- ઉચ્ચપ્રદેશ (ફિલ્મ શુટિંગ માટે ઉપયોગી) (તેની લાવાની ફળદ્રુપ જમીન કપાસ માટે ખુબ અનુકૂળ) (સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો અને ટોચ ઉપરથી પહોળો અને સપાટ ભૂમિ ભાગ) (પૃથ્વીની સપાટીના 18% ભાગ પર)
- ટાપુ (જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છે તે) [ઉ.દા. શિયાળ બેટ, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર]
- અખાત (ત્રણ બાજુથી ભૂમિ ભાગથી ઘેરાયેલ જળવિસ્તાર) [ઉ.દા. ખંભાતનો અખાત (ગુજરાત), કચ્છનો અખાત (ગુજરાત)]
- ખીણ, તળેટી (ગેડનો અધોવળાંક)
- શિખર (ગેડનો ઉદ્વવવળાંક)
- સંયોગી ભૂમિ (બે જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટૃી)
- સામુદ્રધુની (બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટૃી)
- નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 પ્રકાર (ગેડ પર્વત, ખંડ પર્વત, અવશિષ્ટ પર્વત)
- બેરન પર્વત (અંદમાન) , પાવાગઢ, ગિરનાર પર્વત (ભારત)
- જ્વાળામુખી પર્વત [ઉ.દા. વિસુવિયસ પર્વત (ઈટાલી), બેરન પર્વત, પાવાગઢ, ગિરનાર, ફ્યુઝિયામા પર્વત, કોટોપક્ષી પર્વત] (જ્વાળામુખી ફાટતા વિષ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થોથી બનતો શંકુ આકારનો પર્વત)
- ખંડ પર્વત (ભૂગર્ભીય બળને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણબળ લાગે છે ત્યારે તેમાં ફાટ કે તિરાડ પડે છે અને તેની આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે ત્યારે આ પર્વત બને) [ઉ.દા. હોસ્ટ પર્વત (જમૅની), સાતપુડા પર્વત, વિંધ્યાચલ પર્વત, નિલગિરી પર્વત]
- ગેડ પર્વત [ઉ.દા. હિમાલય, રોકીઝ પર્વત (ઉતર અમેરિકા ખંડ), આલ્પ્સ (યુરોપ), એન્ડીઝ (દક્ષિણ અમેરિકા ખંડ)] (મોટે ભાગે સમુદ્ર તળીયાના પ્રદેશો તે જળાશયોના તળીયે થયેલ નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ પડે તે પર્વતો)
- અવશિષ્ટ પર્વત (ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલ શેષ ભાગ) (હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર ભૂમિ ભાગ ટકી રહે છે) [ઉ.દા. પારસનાથ પર્વત (ભારત), નિલગિરી પર્વત (ભારત), રાજમહલ પર્વત, અરવલ્લી પર્વતમાળા (ભારત)]
- ભૌગોલિક સ્થાન અને સંરચનાને આધારે ઉચ્ચપ્રદેશોના 3 પ્રકાર
- ફૂઈઝિયા પર્વત (જાપાન)
- પાલ્કની સામુદ્રધુની (ભારત અને શ્રીલંકા વચ્ચે)
- પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ (યુ.એસ.)
- લાવાનો ઉચ્ચપ્રદેશ (મહારાષ્ટ્ર)
- છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ (ભારત)
- પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેગેનિઝ, સોનું જેવી કિંમતી ખનીજો મળે છે
- આંતર પર્વતીય ઉચ્ચપ્રદેશ (ચારે બાજુએથી ઉંચી પર્વતમાળાઓથી સંપૂર્ણ કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગ [ઉ.દા. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ, તિબેટનો ઉચ્ચપ્રદેશ]
- પર્વત પ્રાંતીય ઉચ્ચપ્રદેશ (પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા ઉચ્ચપ્રદેશ) [ઉ.દા. પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ, પેન્ટાગોનીયા ઉચ્ચપ્રદેશ (દક્ષિણ અમેરિકા), માળવાનો ઉચ્ચપ્રદેશ (ભારત)]
- ખંડીય ઉચ્ચપ્રદેશ (ભૂગર્ભીય હલનચલનથી ઉશ્કેરાયેલા ભૂમિભાગ ને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી નિર્માણ થાય) [ઉ.દા. ભારતના લાવાનો ઉચ્ચપ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ, એન્ટાર્કટિકાનો ઉચ્ચપ્રદેશ, સ્પેનનો ઉચ્ચપ્રદેશ]
- ભારત (નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત)
- નિર્માણના આધારે 3 પ્રકારના મેદાનો
- સરોવરના મેદાન (જ્યારે નિક્ષેપણના મેદાનોનું નિર્માણ સરોવરના કાંપના કારણે થાય ત્યારે) [ઉ.દા. કાશ્મીરની ખીણ]
- નિક્ષેપણના મેદાન (નદીકૃત કે કાંપના મેદાન) [ઉ.દા. હવાંગહો નું મેદાન] (નદી, હીમ નદી, પવન વગેરે પરીબળો દ્ધારા પથરાયેલા કાપના ભરાવાથી નિર્માણ થાય)
- કિનારાના મેદાન (પૃથ્વીની ભૂગર્ભીય હલનચલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીયા છાજલીનો ભાગ ઉંચકવાને કારણે બને) (ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન)
- સંરચનાત્મક મેદાન [ઉ.દા. મેક્સિકોના અખાતમાં કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ-પૂર્વે આવેલ મેદાન]
- કિનારાના મેદાન અને સંરચનાત્મક મેદાન (મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે) (જમીનના તળીયા ઘસાવાને કારણે નિર્માણ પામે)
- ઘસારણના મેદાન (પેની પ્લેઈન પણ કહેવાય) [ઉ.દા. ઉતર કેનેડા અને પશ્વિમ સાઈબિરીયાના મેદાન]
Free Talati Test Series