Std. 6 (GCERT) સામાજિક વિજ્ઞાન (Chapter-12) નકશો સમજીએ

  • Map(નકશો) શબ્દ Mappa(લેટિન શબ્દ) પરથી બનેલો 
  • Map – હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો
  • નકશો (પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન)
  • નકશા પોથી (પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાઓનો સમૂહ)
  • પ્રમાણમાપ (પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને નકશા ઉપર તે બે સ્થળ વચ્ચેના અંતરનો ગુણોત્તર)
  • નકશાના કુલ 3 અંગો
  • નાના માપના નકશાના 4 પ્રકાર
  • GPS (Global Position System) (જેની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય)
  • સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા (દહેરાદુન) (નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે)
  • NATMO સંસ્થા (કોલકતા)
  • NRSA સંસ્થા (હૈદરાબાદ)

ભારત દેશ

  • ઉતર-પૂર્વ ગોળાર્ધમાં
  • એશિયા ખંડમાં
  • 8.4 થી 37.6 ઉતર અક્ષાંશ વચ્ચે
  • મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય
  • ઉતરે હિમાલય
  • પૂર્વમાં બંગાળનો ઉપસાગર
  • પશ્વિમે અરબ સાગર
  • રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ – 1
  • કેન્દ્ર શાસિત પ્રદેશ – 9
  • હોકાયંત્ર (ઉપયોગ – વહાણ, સ્ટીમર, સબમરીન મા) (ચુંબકના ગુણધર્મને આધારે બનાવેલ સાધન)
  • મોટા માપનાં નકશાનું પ્રમાણમાપ (1 cm = 50 Km કરતાં ઓછું)
  • રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી દ્ધારા સ્વીકાર્ય છે
નકશાના પ્રકાર
  • પ્રાકૃતિક નકશા (માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરે) (વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનીજ, પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાન દર્શાવે) (કુદરત નિર્મિત વિગતોનું આલેખન)
  • હવામાન નકશા (તાપમાન, વરસાદ, પવનની માહિતી દર્શાવે)
  • સાંસ્કૃતિક નકશા (રાજ્યનો નકશો, ખેતી, વસ્તી)
  • ભૂપૃષ્ઠ નકશો (પર્વતો, જળ પરીવહન દર્શાવે)
  • રાજકીય નકશા (ખંડ, દેશ અને સ્થાનિક વહીવટી તંત્રની માહિતી)
  • ખગોળીય નકશા (ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી)
  • હેતુ અને માપ આધારીત નકશા (જરુરીયાત પ્રમાણેની વિગતોને આધારે તૈયાર કરવામાં આવે)
  • હેતુ આધારીત નકશા (પ્રાકૃતિક નકશા, સાંસ્કૃતિક નકશા)
  • વાયવ્ય (ઉતર-પશ્વિમ દિશા)
  • અગ્નિ (દક્ષિણ-પૂર્વ દિશા)
  • નૈઋત્ય (દક્ષિણ-પશ્વિમ દિશા)
  • પૂર્વ (ઉગતાં સૂર્ય સામે ઉભા રહો તો આ દિશા કહેવાય)
  • ઉતર (ઉગતાં સૂર્ય સામે ઉભા રહો તો ડાબો હાથ ઉતર દીશા બતાવે)
નકશામાં ક્યો રંગ શું દર્શાવે
  • લીલો રંગ (વનસ્પતિ પ્રદેશ)
  • વાદળી રંગ (જળ સ્વરૂપ)
  • કાળો રંગ (રેલમાર્ગ)
  • લાલ રંગ (જમીન માર્ગ)
  • પીળો રંગ (ખેતી)

Free Talati Test Series

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments